Thursday 28 April 2016

જીવનને ઍક ઉત્સવ બનાવવું - યોગ, ધ્યાન અને જ્ઞાન

આર્ટ ઓફ લિવિંગના વ્યક્તિ વિકાસના કાર્યક્રમો રહસ્યમય અને આધુનિકતાનો સમન્વય
છે જે તમને ધ્યેય, આનંદ અને વિશ્વાસ સભર જીવન બનાવવા મદદ કરે છે.

યોગ શું છે ?
આર્ટ ઓફ લિવિંગ યોગ શિબિરમાં શીખવેલા આસનો જેઓ રોજ કરે છે તેમના જીવનમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. લોકોને લાંબી બિમારીઓમાંથી રાહત અને વર્તનમાં ફેરફાર જોવા મળ્યા છે. આ શિબિરના સહભાગીઓ અને રોજ સાધના કરતા વ્યક્તિઓ જણાવે છે કે તેઓ આનંદ અનુભવે છે, ઉશ્કેરાટ ઓછો થયો છે, સહનશક્તિ વધી છે, મનની શાંતિ અને સમગ્રપણે તંદુરસ્તી અનુભવાય છે.

ધ્યાનનું રહસ્ય
આપણે પોતાની જાતને ધ્યાન માટે કેવી રીતે તૈયાર કરીએ ? ઘર જેવું વાતાવરણ સમજીને ,સહજ બનીને. જો તમે બહુ જ ઔપચારિક છો તો તમે ધ્યાન ન કરી શકો. ધ્યાન અનૌપચારિક અને ઘર જેવું વાતાવરણ ઈચ્છે છે.
આજે આપણે  વિવિધ જાતના ધ્યાન વિશે અને આપણે શા માટે ધ્યાન કરવું જોઇએ?’, તે વિશે જાણીશું. આપણે સફળ રીતે ધ્યાન કેવી રીતે કરી શકીએ?
દરેક વ્યક્તિએ ધ્યાન કરવાની જરૂર છે. કારણ કે મનુષ્ય જીવનનું સ્વાભાવિક વલણ છે કે તે આનંદ કે જે ક્યારેય ઘટે નહી, પ્રેમ કે જે ક્યારેય વિકૃત ન થાય, અથવા નકારાત્મક લાગણીમાં બદલાઇ  ન જાય તેવું ઈચ્છે છે.

No comments:

Post a Comment